13 કેમ કે, તમે પરભુ ઈસુનું સન્માન કરવા ઈચ્છો છો, દરેકનુ પાલન કરો જેની પાહે હાસો અધિકાર છે એમા રાજા હોતન ભળેલો છે, કેમ કે એની પાહે બધાયથી મોટી તાકાત છે.
ઈ એવા ખોટા શિક્ષકોને નક્કી દંડ દેહે, જે પોતાની ખરાબ દેહિક વાસનાઓ પરમાણે કામ કરે છે, અને જે પોતાની ઉપર પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે ઈ મતલબી અને અભિમાની છે, ઈ મહિમામય સ્વર્ગીય પ્રાણીઓના વિષે અપમાન કરીને ખરાબ બોલવાથી નથી બીતા.