11 વાલાઓ, તમે આ જગતમાં વિદેશીઓ અને પ્રવાસી જેમ રયો છો, હું તમને સેતવણી આપું છું કે, તમે ઈ બધીય ખરાબ દેહિક ઈચ્છાઓથી બસો કેમ કે, ઈ તમારી પોતાની આત્માની વિરુધ સદાય બાધે છે.
એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.
પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.
એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.
પણ મને પોતાના દેહના અંગોમાં બીજા પરકારના નિયમશાસ્ત્રની આજ્ઞા જોવા મળે છે, મારું મન જે નિયમશાસ્ત્રને હાસુ માને છે એનાથી બાધે છે અને આ મને પાપનો કેદી બનાવે છે જે મારા દેહમાં કામ કરે છે.
વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.
ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.
આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
હું પિતર જે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું, આ પત્ર લખી રયો છું હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોને લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયા પ્રાંતના જુદા જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.
જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો.
તમને જેને હું પ્રેમ કરું છું, નવાય નો પામતા ઈ દુઃખદાયક વસ્તુઓના લીધે જેનાથી તમને પીડા છે કેમ કે, તમે મસીહના છો. ઈ વસ્તુઓ તમારી પરીક્ષા લય રય છે જેમ લોકો ધાતુને આગમાં નાખીને પરીક્ષણ કરે છે એવુ નો વિસારો કે, તમારી હારે કાક નવું થય રયું છે.