10 એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.
પાછુ હું પુછુ છું કે, શું ઈઝરાયલ દેશના લોકો જાણતા નોતા? પેલા મુસાએ કીધું કે, જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામા ઈર્ષા ઉભી કરય; અણહમજુ પ્રજા ઉપર હું તમારામા ગુસ્સો ઉભો કરય.
હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.