1 પિતરનો પત્ર 2:1 - કોલી નવો કરાર1 ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય. Faic an caibideil |
ઈ હાટુ હું કવ છું કે, આપડે કાયમ પરમેશ્વરનાં પવિત્ર લોકોની જેમ રેવું જોયી. આપડે ખરાબ રીતે જીવવું નો જોયી, જેમ કે, આપડે મસીહમાં વિશ્વાસ કરવાથી પેલા કામો કરતાં હતા જેમ આપડે તે ખરાબ અને ભુંડા કામોને બંધ કરી દેવું જોયી. જે અમે કરતાં હતા એના બદલે આપડે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે અને કોય પણ ખરાબ કામો નથી કરવાના એટલે કે, કાયમ જવાબદારી અને હાસાય હોવી જોયી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.