8 તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.
જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.”
ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.
વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.
પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”