Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:21 - કોલી નવો કરાર

21 મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:21
34 Iomraidhean Croise  

ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.


ઈસુએ લોકોના ટોળાને જોરથી રાડ નાખીને કીધું કે, “જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ મારી ઉપર નય પણ મને મોકલનાર પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે.


“તમે મનમા દુખી નો થાવ, તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો, અને મારા ઉપર પણ વિશ્વાસ કરો.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.


હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.


હે બાપ, તારી હાજરીમાં મારી મહિમા પરગટ કરો, ઈ જ મહિમાવાન જે જગતના ઉત્પન થયા પેલા, મારે તારી હારે હતી.


કેમ કે, જેને પરમેશ્વરે મોકલો છે, ઈ પરમેશ્વરનાં વચન બોલે છે, કેમ કે, પવિત્ર આત્મામાંથી પુરી રીતે આપે છે.


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.


અને તમને જેણે અનંતજીવન દીધુ છે, એને તમે મારી નાખ્યો, જેને પરમેશ્વરે મરણમાંથી પાછો જીવતો કરયો હતો, અને ઈ વાતના અમે સાક્ષી છયી.


તો તમે બધાય હજી પણ ઈઝરાયલ દેશના લોકોને જાણી લ્યો કે, આ નાઝરેથ ગામના ઈસુ મસીહના નામથી કરવામા આવ્યો છે, જે ઈસુને તમે એને વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો, પણ પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરી દીધો, આજે ઈ જ નામથી આ માણસ તમારી હામો હાજો ઉભો છે.


જો તુ તારા મોઢેથી ઈસુને પરભુ તરીકે કબુલય અને પરમેશ્વરે એને મરણમાંથી પાછો જીવતો કરયો, એવો વિશ્વાસ તારા હ્રદયથી કરય, તો તુ તારણ પામય.


પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.


અને મસીહનો બલિયાલ જેમ કે શેતાનની હારે, અને વિશ્વાસીનો અવિશ્વાસીથી,


આ બધાયને કારણે, જઈ મેં પરભુ ઈસુ ઉપર તમારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ તમારા પ્રેમના વિષે હાંભળીને,


પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.


આપડા તારનાર પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ જેની ઉપર આપડે આશા રાખી છયી, એની આજ્ઞા પરમાણે હું પાઉલ એના ગમાડેલો ચેલો છું હું આ પત્ર તિમોથીને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરાની જેમ છે, પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ તરફથી કૃપા, દયા અને શાંતિ તને મળતી રેય.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.


ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,


ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.


Lean sinn:

Sanasan


Sanasan