1 પિતરનો પત્ર 1:19 - કોલી નવો કરાર19 એની બદલે, પરમેશ્વરે તમને મસીહનાં કિંમતી લોહીથી વેસાતી લીધા. જે એના દેહમાંથી વહયું જઈ ઈ મરી ગયો. મસીહ ઘેટાના બસ્સા જેવો હતો. જે યહુદી યાજકોએ અર્પણ કરયો; એકદમ નિષ્કલંક, કોય દોષ કે ડાઘ વગરનો Faic an caibideil |
પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.
ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.