Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:18 - કોલી નવો કરાર

18 કેમ કે, તમે જાણો છો કે, વીતી ગયેલ વખતમાં તમે એક નકામી રીતે જીવન જીવી રયા હતા, જે તમારા વડવાઓના વખતથી હાલ્યો આવે છે, પણ તમને ઈ નાકામાં જીવનથી બસાવી લેવામાં આવ્યા છે. તમને હોનું કે, સાંદી જેવી નાશ થાય જાવાવાળી વસ્તુથી વેસાતી લેવામાં આવ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:18
28 Iomraidhean Croise  

પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.


આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.


પવિત્રશાસ્ત્ર ઈ હોતન કેય છે, પરમેશ્વર જાણે છે કે, બુદ્ધિશાળીનો વિસાર નકામો છે.


કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો.


પરમેશ્વરે તમારી હાટુ એક મોટી કિમંત સુકવીને તમને બસાવ્યા છે, ઈ હાટુ માણસના દાસ નો બનો પણ પરમેશ્વરનાં દાસના દાસ બનો.


આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા.


અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.


Lean sinn:

Sanasan


Sanasan