Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:13 - કોલી નવો કરાર

13 ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:13
35 Iomraidhean Croise  

અને માલિકે કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને જે કાય દેવા લાયક હશે, ઈ મજુરી હું તમને આપય,” તઈ તેઓ પણ કામ કરવા ગયા.


“તમે પોતાની કમર બાંધીને પોતાનો દીવો હળગતો રાખીને કામ કરવા હાટુ તૈયાર રયો.


એવી જ રીતે જઈ હું માણસના દીકરાનું આવવાનું થાહે, તઈ લોકો તૈયારી વગરના હશે.


પણ તમે કેહો કે, મારા હાટુ ખાવાનું તૈયાર કર; અને જ્યાં હુધી હું ખાવા પીવાનું પુરું નો કરુ ન્યા હુધી તુ મારી સેવા કરવા હાટુ તૈયાર રે; પછી તુ હોતન ખાય લેજે.


દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.


કેમ કે, સૃષ્ટિ મોટી આશાભરી નજરથી પરમેશ્વરનાં બાળકોને પરગટ થાવાની વાટ જોયા કરે છે.


અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો.


હવે વિશ્વાસ, આશા અને પ્રેમ ઈ ત્રણેય ટકી રેય છે; પણ ઈ ત્રણેયમાં પ્રેમ બધાયથી મહાન છે.


જેથી હાસાયથી તમારી કમર બાંધીને, ન્યાયપણાનું બખતર પેરીને.


મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


ઈ હાટુ હિંમત નો છોડો કેમ કે તમે પરમેશ્વરથી બોવ જ બદલો મેળવશો.


મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી.


ઈ આશા આપડા આત્માની હાટુ ખીલાથી બાંધેલી હોડીની જેમ હાસવેલી અને ભરોસો કરવા જેવી અને પવિત્ર જગ્યામાં જાનારી છે.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


ઘણાય વખત પેલા આગમભાખીયાઓ સંદેશો કેતા હતાં કે, પરમેશ્વરે તેઓને દેખાડ્યું હતું કે, કેવી રીતે એક દિ ઈ તમને કૃપાથી બસાવે. તેઓએ આ વાતુની બોવ જ હાસી રીતે તપાસ કરી.


એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.


બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


અને જે કોય મસીહ ઉપર આ આશા રાખે છે, ઈ પોતે ઈ જ રીતે પવિત્ર કરે છે, જેમ ઈ પવિત્ર છે.


Lean sinn:

Sanasan


Sanasan