1 યોહાન 5:4 - કોલી નવો કરાર4 કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે. Faic an caibideil |
આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.
તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.