હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.
ખરેખર પ્રેમ આ છે, જઈ પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીને કામ કરી છયી. આ ઈ જ આજ્ઞા છે, જઈ મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ. ઈ જ વખતથી તમે હાંભળી છે ઈ પરમેશ્વરે આ આજ્ઞા આપી છે કે, તમારે સદાય એક-બીજાને પ્રેમ કરવો જોયી.