Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:9 - કોલી નવો કરાર

9 જે પ્રેમ પરમેશ્વર આપડી ઉપર રાખે છે, ઈ એનાથી પરગટ થયો કે, પરમેશ્વરે પોતાના એકનાં એક દીકરાને જગતમાં મોકલ્યો છે; જેથી એની દ્વારા આપણને અનંતજીવન મળે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:9
27 Iomraidhean Croise  

હવે ન્યા માલિક પાહે ફક્ત એક માણસ મોકલવા હાટુ બાકી હતો જે એનો વાલો દીકરો હતો, છેલ્લે એણે એવુ વિસારીને એને મોકલ્યો કે, “ઈ લોકો તો કદાસ મારા દીકરાનું માન રાખશે.”


“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,


સોર ખાલી સોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા હાટુ આવે છે. પણ હું ઈ હાટુ આવ્યો છું કે, તેઓ જીવન મેળવે અને ભરપૂર જીવન પામે.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.


જે પરમેશ્વરનાં દીકરા ઉપર વિશ્વાસ રાખે છે, એની ઉપર સજાની આજ્ઞા નથી થાતી, પણ જે એની ઉપર વિશ્વાસ નથી કરતો, ઈ અપરાધી ઠરી સુક્યો છે કેમ કે, પરમેશ્વરનાં એકનાં એક દીકરા ઉપર વિશ્વાસ નથી કરયો.


જેથી બધાય લોકો જેમ મને દીકરાને આદર કરે છે, એમ જ બાપનો પણ આદર કરે. જે કોય મારો આદર નથી કરતાં, તેઓ બાપનો પણ આદર નથી કરતાં જેણે મને મોકલ્યો છે.


ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.”


હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”


જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપની આશરે જીવું છું, એમ જ જે મને ખાય છે, ઈ પણ મારા આશરે જીવું છે.


અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.”


ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.


ઈસુએ જવાબ દીધો કે, “નય તો એણે પાપ કરયા હતાં, અને નતો એનામાં બાપે, પણ ઈ હાટુ આંધળો જનમો કે, એનાથી પરમેશ્વરનાં કામ પરગટ થાય.


પરમેશ્વરે પોતાના દીકરાને પોતાની હાટુ નથી રાખ્યો, પણ એને આપડા હાટુ આપી દીધો, ઈ કૃપા કરીને આપણને બધુય આપશે જે એણે આપણને આપવાનો આશીર્વાદ આપ્યો છે.


પરમેશ્વરે કોયદી કોય સ્વર્ગદુતને એવું નથી કીધું કે, “તું મારો દીકરો છો, અને હું તારો બાપ છું?” અને પછી એણે એવું પોતાના કોય પણ સ્વર્ગદુતને નથી કીધું કે, “હું એનો બાપ બનય અને ઈ મારો દીકરો બનશે?”


આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.


પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.


આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે.


અને ઈ સાક્ષી આ છે કે, પરમેશ્વરે આપણને અનંતકાળનું જીવન આપ્યુ છે, અને ઈ જીવન એના દીકરામાં છે.


હું આ પત્ર જે પરમેશ્વરનાં દીકરાના નામ ઉપર વિશ્વાસ કરે છે તેઓને લખી રયો છું; જેથી તમે જાણી હકો કે, તમારી પાહે અનંતકાળનું જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan