Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:5 - કોલી નવો કરાર

5 તેઓ ખોટા આગમભાખીયા જગતના છે, ઈ હાટુ તેઓ જગતની વાતો પરમાણે બોલે છે, અને જગતના લોકો તેઓની વાતુ હાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:5
15 Iomraidhean Croise  

એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.


મે તારો સંદેશો તેઓને દય દીધો છે, ને જગતના લોકોએ એનાથી નકાર કરયો, કેમ કે જેથી હું જગતનો નથી, એમ જ ઈ પણ જગતના નથી.


જેમ હું જગતનો નથી, એમ જ તેઓ પણ જગતના નથી.


જે સ્વર્ગમાંથી આવે છે, ઈ બધાયથી મહાન છે, જે પૃથ્વી તરફથી આવે છે, ઈ પૃથ્વીનો છે, અને પૃથ્વીની જ વાતો કેય છે: જે સ્વર્ગથી આવે છે, ઈ બધાયથી ઉપર છે.


ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.


કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan