Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:4 - કોલી નવો કરાર

4 હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:4
28 Iomraidhean Croise  

હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે.


મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.


ન્યાયના વિષે ઈ બતાયશે કેમ કે, આ જગતના અધિકારીનો ન્યાય કરવામા આવ્યો છે.


એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે.


તો આપડે આ વાતોના વિષે શું કેયી? જઈ પરમેશ્વર આપડા પક્ષમાં છે, તો આપડો વેરી કોણ થય હકે છે?


પણ આ બધીય ખરાબ વાતોમાં આપડે એના દ્વારા જેણે અમને પ્રેમ કરયો છે, જીત પુરી રીતે આપડી જ છે.


પણ આપડે જગતનો આત્મા નય, પણ જે આત્મા પરમેશ્વરની કૃપાથી છે ઈ પામ્યા છયી; જેથી પરમેશ્વરે આપણને જે બાબતો આપી છે ઈ અમે જાણી છયી.


તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.


અંતમાં, પરભુના શક્તિશાળી સામર્થ્યથી મજબુત બનો.


મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.


હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો. જે શરુઆત છે, તમે એને ઓળખો છો. હે જુવાનો, હું તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે શેતાન ઉપર જીત મેળવી છે, હે બાળકો, હું ઈ હાટુ તમને લખી રયો છું કે, તમે પરમેશ્વર બાપને ઓળખી ગયા છો.


કેમ કે, પરમેશ્વર આપડા મનથી મોટો છે, અને ઈ બધુય જાણે છે.


અને જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે, ઈ પરમેશ્વરની હારે અને પરમેશ્વર એની હારે સંગતીમાં રેય છે, અને એનાથી જ કા ઈ પવિત્ર આત્મા જે આપણને આપ્યો છે, ઈ હાટુ જાણી છયી કે, ઈ આપડી હારે સંગતીમાં રેય છે.


એનાથી જ આપડે જાણી છયી કે, આપડે એમા અને ઈ આપડામાં વાસ કરે છે કેમ કે, એણે પોતાનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે.


આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે.


આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે.


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


Lean sinn:

Sanasan


Sanasan