Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 4:1 - કોલી નવો કરાર

1 હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 4:1
29 Iomraidhean Croise  

ઈ વખતે જો કોય તમને કેય કે, “જોવ, મસીહ આયા છે!” કા “જોવ, ન્યા છે!” તો વિશ્વાસ નો કરતા.


તમારે પોતાની જાતને પાકું કરવુ જોયી કે, તમારી હાટુ શું કરવુ હારું છે. અને હજી પણ ઈ કરવાનો વખત છે.


ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.


આ લોકો તો થેસ્સાલોનિકી શહેરના યહુદી લોકો કરતાં હારા હતાં, અને તેઓએ બોવ લાલસથી વચન હાંભળા, અને દરોજ શાસ્ત્રમાં ગોતતા કે, આ વાત હાસી છે કે નય.


હું જાણું છું કે મારા ગયા પછી ખોટા શિક્ષકો તમારી વસ્સે આયશે અને વિશ્વાસી લોકોને બોવ નુકશાન કરશે, ઈ ઘેટાને મારી નાખનારા ભયંકર વરુની બાજુથી હશે.


કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.


આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!


આગમભાખીયાઓની પરગટ કરેલી વાતોને નકામી નો હમજો.


પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.


અને પરભુનો વખત આવી ગયો છે એવુ કેનારાથી તમારા મનમા વિશ્વાસ કરીને ગભરાય જાતા નય, તેઓ એમ કેહે કે, અમને આગમવાણીથી, શિક્ષણ અને લખેલા પત્ર દ્વારા દર્શન થયુ છે, જેમ કે, માની લ્યો કે ઈ અમારી તરફથી હોય.


પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.


હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.


હે વાલા મિત્રો, હું તમને કોય નવી આજ્ઞા નથી લખતો, પણ ઈ જ જુની આજ્ઞા; જે શરુઆતથી તમને મળી છે. આ જુની આજ્ઞા ઈ વચન છે, જે તમે ગોતી છે જઈ તમે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.


હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.


Lean sinn:

Sanasan


Sanasan