Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 3:9 - કોલી નવો કરાર

9 જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 3:9
18 Iomraidhean Croise  

હારા ઝાડવાને ખરાબ ફળ અને ખરાબ ઝાડવાને હારા ફળ આવતાં નથી.


તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.


નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.”


કેમ કે, આ તો અમારાથી નય થાય કે, અમે જે જોયું છે અને અમે જે હાંભળ્યું છે, એના વિષે નો બતાવી.”


નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.


કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.


તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.


હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.


જે કોય મસીહમા બનેલો રેય છે, ઈ વારંવાર પાપ નથી કરતો, પણ જે કોય વારંવાર પાપ કરે છે, ઈ આ નથી હમજતો કે મસીહ કોણ છે, અને એને ઓળખતો નથી.


હે વાલા મિત્રો, આપડે એક-બીજા ઉપર પ્રેમ રાખી કેમ કે, પ્રેમ પરમેશ્વર તરફથી છે અને જે બીજાને પ્રેમ કરે છે, ઈ પરમેશ્વરનાં સંતાન છે અને પરમેશ્વરને ઓળખે છે.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


આપડે જાણી છયી કે, જે કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ, એને બસાવી રાખે છે, અને શેતાન એને અડી નથી હકતો.


કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે.


હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.


Lean sinn:

Sanasan


Sanasan