ઈ હાટુ જે ઈ નાનામાંથી નાની આજ્ઞાઓમાંથી એક પણ જો તોડે છે અને બીજાઓને એવું કરતાં શીખવાડે છે, તો ઈ સ્વર્ગના રાજ્યમાં બધાયથી નાનો હમજવામાં આયશે, પણ જે એનું પાલન કરે છે અને શીખવાડે છે, ઈ સ્વર્ગના રાજ્યમાં મોટો હમજવામાં આયશે.
ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.