Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:8 - કોલી નવો કરાર

8 તો પણ જે આજ્ઞા હું તમને લખું છું ઈ નવી આજ્ઞા છે કેમ કે, ઈસુ આ આજ્ઞા પરમાણે હાસાયથી જીવ્યા, અને તમે પણ જીવો છો કેમ કે, અંધારું મટતું જાય છે અને હાસાયનું અજવાળુ સમકવા લાગ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:8
31 Iomraidhean Croise  

જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.


ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.


આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું.


ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.


હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.


હું તમને એક નવી આજ્ઞા દવ છું કે, એકબીજા હારે પ્રેમ કરો, જેવી રીતે મે તમારી ઉપર પ્રેમ રાખ્યો છે, એવી જ રીતે તમે પણ એકબીજા હારે પ્રેમ રાખો.


તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”


જુના વખતમાં પરમેશ્વરે લોકોની અજ્ઞાનતાની ઉપર ધ્યાન નથી દીધુ, પણ હવે પરમેશ્વર દરેક જગ્યાએ બધાય માણસોને પસ્તાવો કરીને પાપ કરવાનું છોડવાની આજ્ઞા દેય છે.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


રાત લગભગ વય ગય છે; દિવસ ઢુકડો આવી પૂગ્યો છે. હવે અંધારાના દૃષ્ટ કામો કરવાનું બંધ કરી દેયી. અજવાળાના હથિયારો લય લેયી.


તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.


મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.


અને એની આજ્ઞા આ છે કે, આપણને એના દીકરા ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરી અને જેમ એણે આપણને આજ્ઞા દીધી છે ઈ જ રીતે એક-બીજા ઉપર પ્રેમ રાખી.


હે વાલા મિત્રો, જઈ પરમેશ્વરે આપણને એવો પ્રેમ કરયો, તો આપડે પણ એક-બીજા ઉપર પ્રેમ રાખવો જોયી.


પરમેશ્વરથી આપણને ઈ આજ્ઞા મળી છે કે, જે કોય પરમેશ્વરથી પ્રેમ રાખે છે, એને પોતાના વિશ્વાસી ભાઈથી પણ પ્રેમ રાખવો જોયી.


Lean sinn:

Sanasan


Sanasan