Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 2:11 - કોલી નવો કરાર

11 પણ જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ અંધારામાં જીવી રયો છે અને હાલી રયો છે, અને ઈ નથી જાણતો કે, ક્યા જાય છે કેમ કે, અંધારાએ એને આંધળો કરી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 2:11
16 Iomraidhean Croise  

ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.


પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.


પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.


પણ જો કોય માણસ આ રીતે નથી જીવતો, તો ઈ એક એવા માણસની જેવો છે, જે હારી રીતે જોય હક્તો નથી, કે જે આંધળો છે, ઈ ભુલી ગયો છે કે, પરમેશ્વરે એને ઈ પાપથી માફ કરી દીધો છે, જે એણે મસીહમા વિશ્વાસ કરવા પેલા કરયા હતા.


જેથી જો આપડે કેયી કે પરમેશ્વર હારે અમે ભાગીદારી છયી, પણ ઈ કરી જે ભુંડુ છે, તો અમે ખોટુ બોલી છયી અને હાસાયની પરમાણે નથી જીવતા.


જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી પ્રેમ રાખે છે, ઈ અજવાળામાં હાલે છે, અને ઈ હાટુ એનામા એવુ કાય પણ નથી જે કોય બીજાને પાપ કરવાનું કારણ બને.


જે કોય આ કેય છે કે, હું અજવાળામાં હાલુ છું, પણ વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, તો ઈ હજી હુધી અંધારામાં હાલે છે.


જે કોય પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ હત્યારો છે, અને તમે જાણો છો કે, કોય હત્યારામાં અનંતકાળનું જીવન રેતું નથી.


જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.


તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો.


Lean sinn:

Sanasan


Sanasan