9 પણ આપડે પરમેશ્વરની હામે આપડા પાપો કબુલ કરી લેયી તો ઈ આપડા પાપોને માફ કરવા અને આપડા કરેલા બધાય કામોમાંથી આપણને શુદ્ધ કરવા હાટુ ઈ વિશ્વાસુ અને ન્યાયી છે.
પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.
પણ જો અમે ઈજ કરી જે ભલું છે જેમ કે, પરમેશ્વર પુરી રીતે ભલો છે. તો આપડે એકબીજાની હારે ભાગીદારી રાખે છે, અને એના દીકરા ઈસુનું લોહી અમને બધાય પાપોથી શુદ્ધ કરે છે.
ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!