તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.
ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.
તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.
જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.
કેમ કે, જઈ કોય સાથી વિશ્વાસી ભાઈઓને આવીને અમને બતાવ્યું કે, તુ પરમેશ્વરનાં હાસા મારગ પરમાણે જીવી રયો છે, અને જેની ઉપર તુ હાસોહાસ હાલે છે, તો હું બોવ જ રાજી થયો.