ખાલી એકમાત્ર ઈ જ છે; જે કોય દિવસ નય મરે, અને એની પાહે કોય જય નય હકે એવા સમકતા અજવાળામા રેય છે, અને કોય માણસે એને નથી જોયો અને ક્યારેય પણ કોય એને જોય નય હકે, એનુ માન અને સામર્થ સદાય હાટુ રેહે, આમીન.
કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.