સફાન્યા 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 “મેં પ્રજાઓનો નાશ કર્યો છે; તેઓના બુરજો નાશ પામ્યા છે. મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી. તેઓનાં નગરો નાશ પામ્યાં છે તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 [પ્રભુ કહે છે,] “મેં પ્રજાઓને નાબૂદ કરી છે, તેમના બુરજો ઉજ્જડ થયેલા છે. મેં તેમની શેરીઓ એવી વેરાન કરી નાખી છે કે ત્યાં થઈને કોઈ જતું નથી. તેમનાં નગરોનો એવો નાશ થયો છે કે ત્યાં કોઈ પણ માણસ [જોવામાં આવતું] નથી, તેમાં કોઈ રહેતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુ કહે છે, “મેં આખી ને આખી પ્રજાઓને નાબૂદ કરી નાખીને તેમનાં શહેરોનો મેં નાશ કર્યો છે અને એ શહેરોના કોટ અને બુરજો ખંડિયેર હાલતમાં પડયા છે. એ શહેરો છોડીને લોકો ચાલ્યા ગયા છે. શેરીઓ ખાલી થઈ ગઈ છે અને ત્યાં કોઈ કહેતાં કોઈ રહ્યું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 દેવ કહે છે, “મેં પ્રજાઓનો નાશ કર્યો છે. તેઓની દૂરની ઊંચી મજબૂત ઇમારતોનો નાશ કર્યો છે. તેઓની શેરીઓ અને નગરોને વસ્તી વગરના કરી દીધાં છે. ત્યાં કોઇ જરા પણ જતું કે રહેતું નથી. Faic an caibideil |