સફાન્યા 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે. Faic an caibideil |