ઝખાર્યા 9:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હું એફ્રાઇમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ; કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે, તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધી થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને, અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે. સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે, અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે. Faic an caibideil |