ઝખાર્યા 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હે યહૂદિયાના તથા ઇઝરાયલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.” Faic an caibideil |