Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 5:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ બે સ્ત્રીઓ મારી પાસે આવતી હતી, તેઓની પાંખોમાં પવન હતો કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે સ્ત્રીઓ બહાર આવી, ને તેમની પાંખોમાં પવન હતો. તેઓની પાંખો તો બગલાની પાંખોના જેવી હતી. અને તેઓ પેલા એફાહને પૃથ્વી તથા આકાશની વચ્ચે ઉપાડી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પછી મેં ઊંચે નજર કરી તો સારસનાં જેવી શક્તિશાળી પાંખોવાળી બે સ્ત્રીઓને ઊડીને મારા તરફ આવતી જોઈ. તેઓ પેલો ટોપલો ઉપાડી ઊડી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 5:9
9 Iomraidhean Croise  

ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.


આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.


“રણશિંગડું તારા મુખમાં મૂક. તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે. કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.


પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,


બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.


પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, “તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે?”


જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.


યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે;


Lean sinn:

Sanasan


Sanasan