Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 “હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મોટા પર્વતોના જેવા અવરોધો તારી સમક્ષ સપાટ મેદાન જેવા સીધા બની જશે. તું મંદિરના પુન:બાંધક્મનો આરંભ કરશે, અને તું તેનો છેલ્લો પથ્થર પણ મૂકશે અને ત્યારે લોકો, ‘સુંદર!’ એવો પોકાર કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા કહે છે, ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 4:7
38 Iomraidhean Croise  

બાંધનારાઓએ યહોવાહના સભાસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવી આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં.


પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.


અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?


જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.


કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.


તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.


“જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.


હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,’ એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે.


યહોવાહ કહે છે, જુઓ, હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ. અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઈશ.


તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.


પણ પાછલા દિવસોમાં, યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે, અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે.


તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે. અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે, સનાતન ટેકરીઓ નમી ગઈ છે! તેમના માર્ગો સનાતન છે.


યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,


“ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,


ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે.


ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?


શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;’


પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.


દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.


જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.


પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.


પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;


માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.


ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan