Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે યરુશાલેમની વિરુદ્ધ ચઢી આવેલી પ્રજાઓમાંથી બચેલો માણસ રાજાની, સૈન્યોના યહોવાહની આરાધના કરવા તથા માંડવાપર્વ ઊજવવા દરવર્ષે જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યરુશાલેમ સામે ચઢી આવેલી સર્વ પ્રજાઓમાંનો બચી ગયેલો દરેક માણસ રાજાની, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આરાધના કરવા તથા માંડવાપર્વ પાળવા વર્ષોવર્ષ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પછી તો યરુશાલેમ પર આક્રમણ કરનારી પ્રજાઓમાંથી જેઓ બચી ગયા તેઓ દર વર્ષે સર્વસમર્થ યાહવેનું રાજા તરીકે ભજન કરવા અને માંડવાપર્વ ઉજવવા યરુશાલેમ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારબાદ યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી બચવા પામેલા માણસો વર્ષોવર્ષ યહોવાની ઉપાસના કરવા અને માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:16
42 Iomraidhean Croise  

રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.


તેઓએ નિયમશાસ્ત્રમાં લખેલા લેખ પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યું અને દરરોજ નિયમ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.


આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ


તે સમયે સૈન્યોના યહોવાહને માટે ઊંચી તથા સુંવાળી પ્રજાથી, દૂરના તથા નજીકના લોકોને ડરાવનાર, મજબૂત અને વિજયી પ્રજા જેનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે, તે સિયોન પર્વત જે સૈન્યોના યહોવાહના નામનું સ્થાન છે, તેને માટે બક્ષિસ લાવશે.


તે દિવસે યહોવાહ મિસરને પોતાને ઓળખાવશે અને મિસર યહોવાહને ઓળખશે. તેઓ બલિદાન તથા અર્પણોથી તેની આરાધના કરશે અને યહોવાહને નામે માનતા લેશે અને તેને પૂરી કરશે.


તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.


ત્યારે મેં કહ્યું, “મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!”


“એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે.


જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે, તે કહે છે, “મારા જીવના સમ’ તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે નિશ્ચે આવશે.


જે રાજાનું નામ સૈન્યોના યહોવાહ છે તે કહે છે કે, મોઆબ ઉજ્જડ થયો છે. અને તેનાં નગરોમાં શત્રુઓ ઘૂસી ગયા છે. તેના શ્રેષ્ઠ જુવાનો, કતલ થવા માટે જ ઊતરી ગયા છે.


સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.


“મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.


તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉદ્ધાર પામશે. કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ, સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે, અને શેષમાંથી, જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.


ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે.


યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે.


કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે.


“જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને પ્રભુ યહોવાહ માટે બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, “મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે.” એવું સૈન્યોના યહોવાહ કહે છે.


‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’”


નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’”


હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.


એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;


જો પ્રથમફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે.


અને પછી તમામ ઇઝરાયલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે ‘સિયોનમાંથી ઉદ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે;


એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે.


તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.


તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે ‘રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ.’”


Lean sinn:

Sanasan


Sanasan