Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 13:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે દિવસે દાઉદના ઘર પર તથા યરુશાલેમના રેહવાસીઓ પર તેઓનાં પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 13:1
34 Iomraidhean Croise  

મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.


ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.


તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.


જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે.


યહોવાહ ઇઝરાયલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે; જેઓ તારાથી વિમુખ થશે તેઓનું નામ ભૂંસાઈ જશે કેમ કે તેઓએ જીવનના પાણીના ઝરાનો એટલે યહોવાહનો ત્યાગ કર્યો છે.


કેમ કે મારા લોકોએ મારી વિરુદ્ધ બે દુષ્ટ પાપ કર્યાં છે; તેઓએ મને એટલે જે જીવનજળનું ઝરણું છે તેનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ટાંકાં તેઓએ પોતાને માટે ખોદ્યા છે!


“યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.


તેઓએ મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યાં છે તેઓને શુદ્ધ કરીશ તથા તેઓને ક્ષમા આપીશ.


“હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


કેમ કે હું તમને સર્વ અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ. હું તમારે ત્યાં દુકાળ કદી પડવા દઈશ નહિ.


પછી તે માણસ મને સભાસ્થાનના પ્રવેશદ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો જુઓ, સભાસ્થાનના ઉંબરા નીચેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કેમ કે તે સભાસ્થાનનો આગળનો ભાગ પૂર્વ તરફ હતો. પાણી નીચેથી સભાસ્થાનની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતું હતું.


જો તેઓ પાણીના ટાંકામાં, ઝરણાંમાં કે જ્યાં પીવાના પાણીનો સંગ્રહ થાય છે તેમાં પડે તો તે પાણી શુદ્ધ ગણાય. પણ જો કોઈ પાણીની અંદરના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય.


હું તારા હાથની જાદુક્રિયાનો નાશ કરીશ, અને હવે પછી તારામાં ભવિષ્ય બતાવનાર કોઈ રહેશે નહિ.


બાકીના બધા કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.”


તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.


બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!


(કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.)


તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તનાં નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.


પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.


પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan