ઝખાર્યા 12:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે. Faic an caibideil |