Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મારો કોપ પાળકો વિરુદ્ધ સળગ્યો છે; તે નર બકરાઓ, એટલે આગેવાનોને હું શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના યહોવાહે યહૂદાને, તેના પોતાના ટોળાંઓની ખબર લીધી છે, તે તેઓને પોતાના યુદ્ધના ઘોડા જેવા બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 [પ્રભુ કહે છે,] “મારો ક્રોધ પાળકો ઉપર સળગ્યો છે, હું બકરાઓને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે, ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:3
28 Iomraidhean Croise  

જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’ તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.


લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.


યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.


મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.


જ્યારે પ્રભુ યહોવાહ સિયોન પર્વત પર અને યરુશાલેમમાં પોતાનું કામ પૂરું કરશે, તે કહેશે: “હું આશ્શૂરના રાજાના હૃદયની અભિમાની વાણીને તથા તેના ઘમંડી દેખાવને શિક્ષા કરીશ.”


તે દિવસે યહોવાહ ઉચ્ચસ્થાનના સૈન્યને આકાશમાં તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને સજા કરશે.


કેમ કે પાળકો મૂર્ખ થઈ ગયા છે. તેઓ યહોવાહને અનુસરતા નથી. તેથી તેઓ સફળ થતા નથી; અને તેઓનાં બધાં ટોળાં વેરવિખેર થઈ ગયાં છે.


તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, હું તેઓને સજા કરીશ. તેઓના યુવાનો તલવારથી મરશે અને તેઓનાં દીકરાદીકરીઓ દુકાળમાં મરશે.


અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે.


હે પાળકો વિલાપ કરો. તથા બૂમ પાડો, હે ટોળાંના સરદારો તમે રાખમાં આળોટો. કેમ કે તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. હું તમારા ટુકડા કરી નાખીશ અને તમે સુંદર પાત્ર પડીને ભાંગી જાય તેમ પડશો.


મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.


કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ટોળાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.


જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?


કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.


“યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે, હું અમલદારોને, રાજકુમારોને, તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.


કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે. અને તેઓ ત્યાં ઘેટાંબકરાં ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે, કેમ કે યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે.


ટોળાંને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”


ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.


વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ તેમના પુનરાગમનના દિવસે ઈશ્વરનો મહિમા કરે.


અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan