Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ જે વચનો તથા વિધિઓ મેં મારા સેવકો પ્રબોધકોને મારફતે ફરમાવ્યાં હતાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડ્યા નહિ? આથી તેઓએ પસ્તાવો કર્યો અને કહ્યું, ‘સૈન્યોના યહોવાહે આપણાં કૃત્યો અને માર્ગો પ્રમાણે આપણી સાથે જે કરવા ધાર્યું હતું તે પ્રમાણે આપણી સાથે કર્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:6
46 Iomraidhean Croise  

આ યહોવાહનું વચન જે તેમણે યેહૂને કહ્યું હતું, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇઝરાયલના સિંહાસન પર બેસશે.” અને તે પ્રમાણે થયું.


તો હવે કૃપા કરીને પાછા ફરો; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.


અને ધનુર્ધારીઓની સંખ્યાનો શેષ, કેદારીઓના શૂરવીરો, થોડા થશે;” કેમ કે હું ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ આ વચન બોલ્યો છું.


હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું, જે યરુશાલેમ વિષે કહે છે, ‘તેમાં વસ્તી થશે;’ અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, “તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ.


હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ.


તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે.


યહોવાહ પોતાના હ્રદયના મનોરથોને અમલમાં ન લાવે તથા સિદ્ધ કરે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછલા દિવસોમાં, તમે તે સમજી શકશો.


પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”


અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.


આ મોરચાઓ જુઓ શત્રુએ નગરને જીતી લેવા સારુ તેની નજીક તેઓને ઊભા કરવામાં આવ્યા. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે. તેઓના હાથમાં તલવાર, દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેવાશે. તમે કહ્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તે જાતે જોઈ શકો છો.


“પાછો જા, બીજું ઓળિયું લઈને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાનાં ઓળિયામાં જે લખ્યું હતું તે બધું તેમાં લખ.


તું જઈને કૂશી એબેદ-મેલેખને કહે કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; મેં કહ્યા પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું તેનાં શહેર પર આફત ઉતારનાર છું.


હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.


“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ અને યહૂદિયાના સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, હમણાં તેઓ ખંડેર હાલતમાં છે; તેઓમાં કોઈ માણસ રહેતું નથી.


વળી તલવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા પાછા આવશે. અને જે બાકી રહેલા યહૂદિઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું કાયમ રહે છે.


હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.


આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.


તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જુઓ, તમે આ કહ્યું છે, તે માટે, હું તમારા મુખમાં શબ્દોને અગ્નિરૂપ કરીશ. અને લોકોને બળતણરૂપ કરીશ અને તે તેઓને ભસ્મ કરશે.


યહોવાહ ન્યાયી છે, મેં તેમની વિરુદ્ધ બંડ કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો અને મારા દુઃખને જુઓ. મારી કુંવારીઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયા છે.


યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગડાં ઊંચું ચઢાવ્યું છે.


“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.


ત્યાં તમને પોતાના આચરણ તથા જે દુષ્ટ કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, તમે જે દુષ્ટ કૃત્યો કર્યાં છે તેને લીધે તમે પોતાની નજરમાં પોતાને ધિક્કારશો.


અને પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.’


આ બધું નબૂખાદનેસ્સાર રાજા સાથે બન્યું.


શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.


ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે. ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો. તેઓનાં દુષ્કૃત્યોને કારણે, હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ. હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું. તેઓના બધા સરદારો બંડખોર છે.


મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે, અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તલવારથી નાશ પામશે.”


દાર્યાવેશ રાજાના બીજા વર્ષના અગિયારમા મહિનાના, એટલે શબાટ મહિનાના, ચોવીસમાં દિવસે ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાહનું વચન આવ્યું કે,


ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો તથા ઈશ્વરની સેવા કરનાર અને સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજશો.


ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે, અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે. તે પોતાનું વચન પૂરું નહિ કરે? પોતાનું બોલવું પૂરું નહિ કરે?


પરંતુ જો તમે તે નહિ કર્યું હોય તો તમે યહોવાહની વિરુદ્ધનું પાપ કર્યું ગણાશે. નિશ્ચે તમારું પાપ તમને પકડી પાડશે.


અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.’”


આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.


યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.


જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે.


જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.


તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે.


પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.


Lean sinn:

Sanasan


Sanasan