તિતસને પત્ર 2:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કારભરી નજરે જોવા ન દઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ. Faic an caibideil |
તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ.