Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 7:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તારી ગરદન હાથીદાંતના બુરજ જેવી છે; તારી આંખો હેશ્બોનમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલા કુંડ જેવી છે. તારું નાક જાણે દમસ્કસ તરફના લબાનોનના બુરજ જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તારી ડોકી જાણે હાથીદાંતનો મિનાર જોઈ લો; તારી આંખો હેશ્બોનમાં બાથ- રાબ્બીમના દરવાજા પાસેના કુંડ જેવી છે; તારું નાક દમસ્કસ તરફ ઢળતા લબાનોનના બૂરજ સરખું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તારી ડોક હાથીદાંતના બુરજ જેવી છે. તારી આંખો હેશ્બોન નગરમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલ કુંડ જેવી છે. તારું નાક દમાસ્ક્સ તરફના લબાનોનના બુરજ જેવું નમણું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન; તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે આવેલા હેશ્બોનના ઝરા! તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો લબાનોનનો બુરજ!

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 7:4
23 Iomraidhean Croise  

ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે.”


પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.


પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું.


રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.


આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું?


તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું.


તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.


સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.


અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.


તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.


તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે.


મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં, બકરાનાં ટોળાં જેવા લાગે છે.


શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.


હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.


તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.


તું બીશ નહિ કેમ કે તું લજ્જિત થનાર નથી, ગભરાઈશ નહિ કેમ કે તારી બદનામી થનાર નથી; તારી યુવાવસ્થાની શરમ અને તને તજી દેવાયેલીનું કલંક તું ભૂલી જઈશ.


પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.


Lean sinn:

Sanasan


Sanasan