Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યાં રીંગણાંઓ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે, તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વેંગણીઓ બહેકી રહી છે, અને આપણાં બારણાં પાસે સર્વ પ્રકારનાં નવાં તથા જૂનાં ફળ છે, જે, હે મારા પ્રીતમ, મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 કામોત્તેજક ભોટીંગડીઓ ફોરી રહી છે અને આપણા બારણા પાસે બધા પ્રકારનાં નવાં અને જૂનાં ફળો છે. હે મારા પ્રીતમ, એ બધાં મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યાં મદનવેલ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણાં આંગણામાં સર્વ પ્રકારના જૂના અને નવા તરેહ તરેહનાં ફળો છે, મારા પ્રીતમ, મેં તેને કાળજી પૂર્વક તારા માટે સાચવી રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 7:13
21 Iomraidhean Croise  

રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, “તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ.”


જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.


તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓના છોડ જેવી છે જેને મૂલ્યવાન ફળ લાગેલાં છે. જેમાં મેંદી અને જટામાસીના છોડવાઓ છે,


હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં તું વા કે જેથી તેની સુગંધીઓના સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને પોતાનાં મનોહર ફળો ખાય.


વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.


જો તું મારી માના થાનને ધાવેલો મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત, ત્યારે હું તને ચુંબન કરત, તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ.


તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.


ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”


તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો.


હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.


પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.


કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.


વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan