ગીતોનું ગીત 5:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય સ્વપ્નમાં જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે તે દ્વાર ઠોકે છે અને કહે છે કે, “મારી બહેન, મારી પ્રિયતમા, મારી હોલી, મારી ગુણિયલ, મારે માટે દ્વાર ઉઘાડ, મારું માથું રાત્રીના ઝાકળથી ભીજાયેલું છે મારા વાળ રાતનાં ટીપાંથી પલળી ગયા છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; એ મારા પ્રીતમનો સ્વર છે કે, જે [દ્વાર] ઠોકે છે [ને કહે છે કે,] હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 હું નિદ્રાવશ થઈ હતી, પરંતુ મારું મન જાગૃત હતું. મારો પ્રીતમ મારા ઘરનું બારણું ખટખટાવતો હોય અને મને બોલાવતો હોય એવું શમણું આવ્યું. હે પ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મને અંદર આવવા દે. મારું માથું ઝાકળથી અને મારા વાળ ધૂમ્મસથી ભીંજાઈ ગયાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે. એ મારા પ્રીતમનો સાદ છે! તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે, “મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલી મારી (ક્ષતિહીન) સંપૂર્ણ, મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ; મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે, તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!” Faic an caibideil |