Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 4:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં તું વા કે જેથી તેની સુગંધીઓના સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને પોતાનાં મનોહર ફળો ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા; હે દક્ષિણ [ના વાયુ] , તું આવ; મારા બાગ પર વા કે, તેની સુગંધીઓનો પ્રવાહ ચાલે. મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં થઇને તું પસાર થા, જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને તેના શ્રે ફળો આરોગે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 4:16
30 Iomraidhean Croise  

પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.


મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં.


મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે.


મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.


જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.


આ અવાજ તો મારા પ્રીતમનો છે! જુઓ તે, પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો અહીં આવે છે.


મારી બહેન, મારી નવોઢા હું મારા બાગમાં આવ્યો છું; મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો એકત્ર કર્યા છે. મેં મારાં મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારો દ્રાક્ષારસ મારા દૂધની સાથે પીધો છે. મિત્ર, ખા. મારા પ્રિય મિત્ર ખા; મફત પી.


મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, સુગંધીઓના ક્યારામાં, બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.


મારી દ્રાક્ષવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું,


પછી યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું પવનને ભવિષ્યવાણી કર, તું પવનને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે પવન, ચારે દિશામાંથી આવ અને આ મૃતદેહોમાં ફૂંક માર જેથી તેઓ ફરીથી જીવતા થાય.’”


ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.


તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.


પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”


ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”


અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.


એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાં માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.


તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ.


તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો.


પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan