Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તારા અત્તરની સુગંધ સારી છે; તારું નામ ચોળાયેલા અત્તર જેવું છે; માટે કુમારિકાઓ તને ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ચોળાયેલા અત્તરની મહેક મનમોહક હોય છે; તારામાં એવી મહેક છે અને માત્ર તારા નામનો રણકો એ મહેકની યાદ તાજી કરાવે છે. માટે તો યુવાન સુંદરીઓ તારા પર પ્રેમ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથીજ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે!

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:3
26 Iomraidhean Croise  

તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.


શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.


મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જાઓ,’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, ‘હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’


યહોવાહે કહ્યું, “હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ ‘યહોવાહ’ તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.”


જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.


સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે.


ધુમાડાના સ્તંભ જેવો, બોળ, લોબાન તથા વેપારીઓના સઘળાં સુગંધી દ્રવ્યોથી મહેકતો, આ જે અરણ્યમાં આવતો દેખાય છે તે કોણ છે?


મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તારો પ્રેમ કેવો મધુર છે! દ્રાક્ષારસ કરતાં તારો પ્રેમ કેટલો ઉત્તમ છે? તથા તારા અત્તરની ખુશ્બો સર્વ પ્રકારના સુગંધીઓ કરતાં કેટલી ઉત્તમ છે.


તેના ગાલ સુગંધી દ્રવ્યના પલંગ જેવા, તથા મધુર સુગંધવાળાં ફૂલો જેવા છે. જેમાંથી બોળનો અર્ક ટપકતો હોય તેવા ગુલછડીઓ જેવા તેના હોઠ છે.


હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.


રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.


તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.


તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.


કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.


મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.


સ્ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા;


Lean sinn:

Sanasan


Sanasan