રૂથ 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબણને, મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 વળી, માહલોનની વિધવા મોઆબ દેશની રૂથને મારી પત્ની કરી લઉં છું કે જેથી મરનારનો વારસો તેના કુટુંબમાં જ રહે અને તેના લોકોમાં અને તેના વતનમાં તેનું નામ ચાલુ રહે અને નાબૂદ ન થઈ જાય. તમે સૌ આ વાતના સાક્ષી છો.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.” Faic an caibideil |