રૂથ 1:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 આથી તે પોતાની પુત્રવધૂઓની સાથે મોઆબ દેશમાંથી પાછી [પોતાના વતન] જવા માટે તૈયાર થઈ; કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે, યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્ન આપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 નાઓમીને મોઆબ દેશમાં જ ખબર પડી કે પ્રભુએ પોતાના લોક પર રહેમનજર કરીને મબલક પાક આપ્યો છે. તેથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતનમાં પાછી જવા તૈયાર થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને લઇને પોતાની માંતૃ ભૂમિમાં ઘેર આવવાનો નિર્ણય કર્યો; કેમકે તેણે સાંભળ્યું હતું કે યહોવા પોતાની પ્રજાને અન્ન આપીને મદદ કરી રહ્યો છે. Faic an caibideil |