રોમનોને પત્ર 5:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પણ તેઓ બન્ને સરખા નથી. કારણ, ઈશ્વરની અમૂલ્ય ભેટ આદમના પાપ જેવી નથી. એ ખરું છે કે એક માણસના પાપથી ઘણા માણસો મરણ પામ્યા. તો એક માણસ, એટલે કે, ઈસુ ખ્રિસ્તની મારફતે મળેલી ઈશ્વરની કૃપા, તેમ જ તેમની અમૂલ્ય ભેટ બધાને માટે એથી પણ વિશેષ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. Faic an caibideil |