રોમનોને પત્ર 2:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી; અને જે સુન્નત, એટલે [કેવળ] લેખના અક્ષરો પ્રમાણેની નહિ, પણ આત્મિક છે તે જ સુન્નત છે. અને માણસ તરફથી નહિ પણ ઈશ્વર તરફથી તેની પ્રશંસા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પણ આંતરિક રીતે યહૂદી તે જ સાચો યહૂદી છે; તેના દયની સુન્નત નિયમના અક્ષરોથી નહિ, પણ ઈશ્વરના આત્માથી થયેલી છે. આવી વ્યક્તિના વખાણ માણસો ભલે ન કરે, પણ ઈશ્વર તેની પ્રશંસા કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે. Faic an caibideil |