Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 વળી યશાયા કહે છે કે, યિશાઈની જડ, એટલે બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને જે ઊભા થવાનાં છે, તે થશે; તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને યશાયા પ્રબોધક કહે છે: “યશાઈના વંશમાંથી એક વ્યક્તિ આવશે. તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે; અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:12
24 Iomraidhean Croise  

જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.


બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.


રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.


યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે.


તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.


તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે.”


હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે, અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.


તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.


તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.


યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.


બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”


જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.


એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.


જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.


મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું મૂળ, તથા દાઉદનું સંતાન, અને પ્રભાતનો ઉજ્જવળ તારો છું.


ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.


Lean sinn:

Sanasan


Sanasan