રોમનોને પત્ર 11:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 કેમ કે જે જૈતુનનું ઝાડમાં કુદરતથી વિરુદ્ધ જંગલી હતું તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો, અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ તને કલમરૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતાં એ અસલ [ડાળીઓ] પોતાના જૈતૂનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તમ બિનયહૂદીઓ જંગલી ઓલિવ વૃક્ષની ડાળીઓ જેવા છો, અને ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષ સાથે તમને કુદરતની વિરુદ્ધ જોડવામાં આવ્યા છે. યહૂદીઓ આ ઉછેરેલા વૃક્ષની ડાળીઓ જેવા છે. ઈશ્વરને માટે એ અસલ ડાળીઓને તેમના મૂળ ઓલિવ વૃક્ષમાં કલમ કરવાનું ક્મ કેટલું સરળ છે! Faic an caibideilપવિત્ર બાઈબલ24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે. Faic an caibideil |