Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એ પ્રમાણે [સંદેશો] સાંભળવાથી વિશ્વાસ [થાય છે] , તથા ખ્રિસ્તના વચનદ્વારા [સંદેશો] સાંભળવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 સંદેશ, એટલે કે ઈશ્વરનો સંદેશ સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્‍ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:17
24 Iomraidhean Croise  

મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું, પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.


તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે;


પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”


હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે.


પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”


તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.


ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.


પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે?


કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.


તમારી પાસેથી હું એટલું જ જાણવા ઇચ્છું છું કે, તમે નિયમશાસ્ત્રનાં કાર્યોથી પવિત્ર આત્મા પામ્યા, કે વિશ્વાસથી સુવાર્તા સાંભળવાથી પામ્યા?


એ માટે જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં પરાક્રમી કામો કરે છે, તે શું નિયમશાસ્ત્રનાં કાર્યોને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે?


ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.


અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.


કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.


કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.


હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.


Lean sinn:

Sanasan


Sanasan