Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 9:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે, પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમને ઘાસ, વૃક્ષો કે કોઈ છોડને નુક્સાન પહોંચાડવાની મના કરવામાં આવી હતી. માત્ર જેમના પર ઈશ્વરની મુદ્રા મારવામાં આવી નહોતી, તેમને જ તેમણે નુક્સાન પહોંચાડવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તીડોને પૃથ્વી પરના ઘાસને કે કોઈ છોડને કે વૃક્ષને નુકસાન નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફક્ત જે લોકોની પાસે તેમના કપાળ પર દેવની મુદ્રા ન હોય એ લોકોને જ ઈજા કરવાની હતી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 9:4
15 Iomraidhean Croise  

શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.


યહોવાહે શેતાનને કહ્યું, “જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.


યહોવાહે શેતાનને કહ્યું કે, “જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.”


નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.


કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.


યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”


વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.


કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.


ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.


પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.


અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”


એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.


પહેલા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં. તે પૃથ્વી પર ફેંકાયાં અને પૃથ્વીનું ત્રીજો ભાગ બળી ગયો, તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું.


Lean sinn:

Sanasan


Sanasan