Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી, “અડધે [રૂપિયે] શેર ઘઉં, ને અડધે [રૂપિયે] ત્રણ શેર જવ. પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી મેં કંઈક વાણીના જેવો અવાજ સાંભળ્યો. જ્યાં ચાર જીવતા પ્રાણીઓ હતાં ત્યાંથી તે વાણી આવી. તે વાણીએ કહ્યું કે, “એક દિવસના વેતનમાં અડધો કિલો ઘઉં, અને એક દિવસના વેતનમાં દોઢ કિલો જવ, પણ તેલ કે દ્રાક્ષારસને તું વેડફીશ નહિ!”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:6
6 Iomraidhean Croise  

નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.


કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.


રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.


તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં. તેઓ ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હતા, જે છે, અને જે આવનાર છે,’ એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં.


‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”


અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.


Lean sinn:

Sanasan


Sanasan