સંદર્શન 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં. તેઓ ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હતા, જે છે, અને જે આવનાર છે,’ એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં, તેઓ “પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન જે હતા, જે છે, ને જે આવનાર છે, ” એમ કહેતાં રાતદિવસ વિસામો લેતાં નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી, “પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.” Faic an caibideil |
તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ.