Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 19:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓએ ફરીથી કહ્યું કે, ‘હાલેલુયા, તેનો નાશનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ફરીથી તેઓએ કહ્યું, “હાલેલૂયા! અને તેનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે ફરી પોકાર કર્યો, “હાલ્લેલુયા! બળતી મહાનગરીનો ધૂમાડો સદાસર્વકાળ ઉપર ચઢતો રહેશે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે: “હાલેલુયા! તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 19:3
9 Iomraidhean Croise  

તેણે સદોમ તથા ગમોરાની તરફ અને આખા નીચાણના પ્રદેશ તરફ નજર કરી. તેણે જોયું, તો જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઊંચે ફેલાતો જતો હતો.


પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.


તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે.


તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી.


અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?’


દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે,


તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે ‘હાલેલુયા, ઉદ્ધાર આપણા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.’”


રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરનું ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને કહ્યું, ‘આમીન, હાલેલુયા.’”


Lean sinn:

Sanasan


Sanasan